દરિયાકાંઠેથી ચરસના 10 પેકેટ મળી આવ્યા

જિલ્લાની છેવાડે આવેલા સરહદી લખપત અને અબડાસા તાલુકાના દરિયાઈ વિસ્તારમાંથી અવારનવાર માદક પદાર્થના પેકેટ મળી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા બે વર્ષ દરમ્યાન આ પ્રકારના ચરસના પેકેટ મળવાની ઘટનામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. આજે પણ સીમા સુરક્ષા દળના જવાનોને પેટ્રોલિંગ દરમ્યાન વધુ 10 પેકેટ ચરસના મળી આવ્યા. જેને લઈ હજુ વધુ પેકેટ પડ્યા હોવાની સંભાવનાને પગલે સલામતી દળે તપાસ ચાલુ રાખી હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું હતું.