ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી મુદામાલ રીક્વ૨ કરતી કંડલા મરીન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા, સરહદી રેન્જ – ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓની સુચના અન્વયે તેમજ I / C ના.પો.અધિ. શ્રી વી.આર.પટેલ સાહેબ અંજાર વિભાગ અંજારનાઓના માર્ગદર્શન મુજબ મિલ્કત/શરીર સંબધી ગુનાઓ શોધવા સુચના કરેલ હોય જે અનુસંધાને કંડલા મરીન પોલીસ સ્ટેશન ગુ.૨.૦૧૩૬/૨૦૨૨ ઈ.પી.કો ક્લમ ૩૮૦, ૪૫૪, ૪૫૭ મુજબનો ગુન્હો જાહેર થયેલ જે ગુન્હા કામે કંડલા કાપડ બજાર મધ્યે સાંઇ સ્ટોર નામની દુકાનની છત તોડી સામાનની ચોરી કરેલ હોય જે શોધી કાઢવા માટે પી. આઈ શ્રી એમ. એમ. જાડેજા ના તાબાના માણસોની અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધમા હતા તે હ્યુમન સોર્સ આધારે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ચોરીમાં ગયેલ મુદ્દામાલ કંડલા બન્ના ઝુંપડા ખાતે રહેતા ઇસમો પાસે હોય જે મળેલ બાતમી હકિકતની ખાતરી કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા આરોપીઓ સાથે ગણતરીના ક્લાકોમા ગુનાનો ભેદ ઉકેલી પાડેલ છે.

આરોપીઓ-

( ૧ ) અસગર હુસેન કોરેજા રહે. બન્ના ઝુંપડા કંડલા તા.ગાંધીધામ

( ૨ ) મુસ્તાક હાસમ પરાર રહે. બન્ના ઝુંપડા કંડલા તા.ગાંધીધામ

મુદ્દામાલની વિગત-

કપડા, બુટ, ચંપલ, બેગ, છત્રી તથા રોકડા રૂપીયા મળી કુલ્લે મુદ્દામાલ કિ.રૂ.૧૮,૧૦૦/-

આ કામગીરીમાં પો. ઇન્સ શ્રી એમ. એમ. જાડેજા તથા પો. સ. ઈ શ્રી ડી. જી. પટેલ તથા હેડ. કોન્સ સુરેશભાઈ તરાલ તથા પો. કોન્સ. અજયસિંહ ઝાલા,  જયપાલસિંહ પરમાર, કુલદીપ વ્યાસ, દેવરાજભાઇ પટેલ નાઓ જોડાયેલ હતા.