ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભૂજ


પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભ સિંધ નાઓએ દારૂ તેમજ જુગારની બદી નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ.ગોહિલ તથા પો.સબ ઇન્સ. આઈ.એચ. હિંગોરાનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન એલ.સી.બી, સ્ટાફના કર્મચારીઓ ગઢશીશા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે ચોકકસ બાતમી હકીકત મળેલ કે, ભાવેશ નારણ ગઢવી રહે. કોટાયા તા.માંડવી–કચ્છ વાળો પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે મંગાવેલ ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે, જે મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી હકીકત મુજબની જગ્યાએ રેડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો નીચે મુજબનો મુદ્દામાલ મળી આવેલ.
ભારતીય બનાવટના વિદેશી દારૂની વિગત ( કિ. ૧,૧૧,૬૦૦/- )
- મેકડોવેલ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની કાચની સીલબંધ બોટલ નંગ – ૧૯૨, કી.રૂ. ૭૨,૦૦૦/-
- રોયલ ચેલેન્જર કલાસીક પ્રીમીયમ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની કાચની સીલબંધ બોટલ નંગ – ૬૦, કી. ૩૧,૨૦૦/-
- મેજીક મોમેન્ટસ ગ્રેઇન વોડકા ૭૫૦ એમ.એલ.ની કાચની સીલબંધ બોટલ નંગ – ૨૪ કી. ૮,૪૦૦/-
અન્ય મુદ્દામાલ-
- મારૂતી કંપનીની વેગનઆર કાર રજી.ન. જીજે. ૧૨. જે ૧૭૦૧ કી.રૂ. ૧,૦૦,૦૦૦/-
- ડ્રાઇવીંગ લાઇસન્સની નકલ કી. ૦૦/૦૦
હાજર નહીં મળી આવેલ ઇસમ-
ભાવેશ નારણ ગઢવી રહે. કોટાયા તા.માંડવી-કચ્છ
એમ કુલ કિ. ૨,૧૧,૬૦૦/- ના મુદામાલ પકડી રેડ દરમ્યાન હાજર નહીં મળી આવેલ ઈસમ વિરૂધ્ધ ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.