ભુજ તાલુકાનાં કેરા ગામમાં ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે દેશી દારૂના હાટડાઓ,શું પોલીસ તંત્ર અજાણ ?

ભુજ તાલુકાનાં કેરા ગામની અંદર જે જૂનો મધ્રેસો આવેલ છે તેની બાજુમાં આવેલ એક મકાનમાં છેલ્લા કેટલાય સમય થી દારૂનો ધંધો ચાલી રહ્યો છે. તો આ ધંધો કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યો છે તે એક મોટો સવાલ છે શું દારૂ બંદીના નામે ફક્ત જાહેરાતો કરાય છે કે પછી કોઈ કાર્યવાહી કરાય છે જો કાર્યવાહી કરાતી હોય તો આ બનાવો પર રોક લાગવી જોઈએ પરંતુ આજે દિવસ ને દિવસ જાણે દારૂના ધંધામાં વધારો થઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે શું આમા જેતે તંત્ર ની મિલી ભગત છે. તો કોની મીઠી રહેમ નજર હેઠળ આ દારૂનો ધંધો ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે. જાણવા મળતી વિગત મુજબ અહી 30-35 દારૂની ભઠ્ઠી ચાલી રહી છે તેવી લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે.