મોટી ચિરઈના પુલિયા પાસે ગાડીનું સ્ટેયરિંગ અને બ્રેક ફેઇલ થઈ જતાં FSL અધિકારીની ગાડી પલટી

copy image

ભચાઉ તાલુકાના મોટી ચિરઈ નજીક આવેલા પુલિયા પાસે ગાડીનું સ્ટીયટિંગ ફેઈલ થઈ જતા ચાલકે ગાડી ઉપર કાબુ ગુમાવ્યો હતો. જેમાં કચ્છના FSL અધિકારી અને તેમના ચાલકને ઇજાઓ પહોચી હતી. બુધવારે FSL ઓફિસર અને ડ્રાઇવર રાપરથી ડ્યુટી નિભાવી અંજાર મધ્યે બીજી ડ્યુટીમાં જઈ રહ્યા હતા ત્યારે પોલીસના MT વિભાગ દ્વારા ફાળવવામાં આવેલ વાહનનું સ્ટેયરીંગ ખરાબ અને બ્રેક કામ ન કરતા હોવાથી મોટી ચિરઈ નજીક હોટલ ગોલ્ડન તડકા રેસ્ટોરન્ટની સામે પુલિયાના રેલિંગ ઉપર ચડી જતા પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો.જેમાં ઓફિસર અને ડ્રાઇવરને કેટલીક ઇજાઓ પહોચી હોવાનું જાણવા મળ્યું છે.

ગાડી 2 લાખ કિલોમીટર ચાલી જાય ત્યારપછી તેને કંડમ જાહેર કરી દેવી જોઈએ પરંતુ ઘણા કિસ્સામાં 3 લાખ કિલોમીટર ગાડી ચાલે તો પણ બદલવામાં નથી આવતી.આ કિસ્સામાં જો નવી ગાડી ફાળવવામાં આવી હોત તો અકસ્માતની ઘટના થતી અટકાવી શકાત.