કિડાણામાં સોસાયટીના બંધ દરવાજાના મામલે એક મહિલાને છરી મરાઇ


કિડાણાની સોસાયટીનો દરવાજો બંધ હોવા બાબતે બબાલ કરતા 4 લોકોને બહારના લોકોને અંદર આવવાની મનાઇ છે એવું કહેનાર મહિલાને છરી ઝીંકી ઇજા પહોંચાડવાની ઘટના બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ. કિડાણામાં આવેલી પીન્ક સિટી સોસાયટીમાં રહેતા ચંદ્રાબેન એસ.કુમાર શેટ્ટીએ દર્જ કરેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, રાત્રે 11 વાગ્યે તેઓ સોસાયટીની મહિલાઓ સાથે ગણેશ ઉત્સવ હોવાથી બેઠા હતા.
એ અરસામાં સોસાયટીના ગેટ પાસે બોલાચાલીનો અવાજ થતાં તેઓ ત્યાં ગયા, ત્યાં સિક્યુરીટી ગાર્ડ રાજેશભાઇ ગોહિલને દરવાજો ખોલવાનું કહી, લાતો મારી રહ્યા હતા. ચંદ્રાબેને તેમને બહારના લોકોને સોસાયટીમાં આવવાની મનાઇ છે એવું કહેતા ઉશ્કેરાઈ ગયેલા ચારમાંથી એકે છરી મારી હાથમાં ઇજા પહોચાડી, તેમણે પ્રેમા કારા કોલી, પ્રવિણ ઇબ્રાહિમ કોલી, હરેશ કારા કોલી અને ઉમરશી ઇબ્રાહિમ કોલી સામે બી-ડિવિઝન પલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.