ભુજના બહુમાળી ભવન ખાતે સરકારી કચેરીઓમાં આજે બપોર પછીથી કામગીરી બંધ 

copy image

ભુજ શહેરમાં બહુમાળી ભવન ખાતે તાજેતરમાં કચ્છ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાની બેઠક મળી હતી, જેમાં ભુજ શહેરમાં શનિવારે જૂની પેન્શન યોજના સહિતની પડતર માંગણીઓ ન સંતોષાતા બપોર પછી એક સામટા  CL રજાનો રિપોર્ટ મૂકવા અને બપોરે 3 વાગે હમીરસર કાંઠે એકઠા થઈ રેલી સ્વરૂપે કલેકટરને આવેદન પત્ર આપવાનું નક્કી થયું હતું, જેથી આજે સરકારી કચેરીઓમાં કામગીરી બંધ રહેશે.

 રાજ્ય સંગઠન કર્મચારી મોરચા અને રાજય પંચાયત કર્મચારી મહામંડળ ગાંધીનગરના આદેશ અનુસાર કચ્છ પંચાયતના ત્રીજા વર્ગના કર્મચારી મંડળ અને ચોથા વર્ગના કર્મચારી મંડળે જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા 7મા પગાર પંચના બાકી લાભોની માંગણી માટે આંદોલનમાં જોડાશે. જિલ્લા પંચાયત વર્ગ-3/4 અને સુપર વાઈઝર સહીતના કર્મચારીઓ રેલીમાં ભાગ લેશે. વર્ગ 3 ના પ્રમુખ વિજય ગોર, મંત્રી અજયસિંહ જાડેજા, ઉપ પ્રમુખ વિજય સુંદરા, દક્ષાબા રાણા, મીનાબેન ગોર, કમળાબેન રાઠોડ, કુન્દાબેન ગોર, નયનાબા જાડેજા અને વર્ગ 4ના પ્રમુખ બીપીન ગોર, પરિતોષ જોષી, વીણાબેન ઢાલવાણી દ્વારા આ રેલીને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવશ. જિલ્લા પંચાયત/તાલુકા પંચાયતના વર્ગ 3/4 ના કર્મચારીઓ આ રેલી માં ભાગ લેશે તેવું મંડળ દ્વારા જણાવવાં આવ્યું.