સામખિયાળીમાં જુની અદાવતમાં યુવક પર પાઇપ વડે હુમલો કરાયો


સામખિયાળીના નવા બસ સ્ટેશન પાસે જુની અદાવત રાખી પાંચ જણાએ યુવક પર હુમલો કરી પાઇપથી માર મારી ઇજા પહોંચાડવાની ઘટના પોલીસ ચોપડે દાખલ કરાયા બાદ આ હુમલો કરનાર પાંચે સખ્શોને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા હતા.
સામખિયાળીના શાંતિનગર પ્લોટ વિસ્તારમાં રહેતા 20 વર્ષીય સાહિલ જાનમામદભાઇ રાઉમાએ દાખલકરાવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત રાત્રે સવા નવ વાગ્યે નવા બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કેયુર મોબાઇલ શોપમાં ફોન રિપેર કરાવવા માટે ગયા હતા ત્યારે લલિયાણાના ગણેશ વરજાંગ રબારી, ગોકર રબારી, કરમણ રબારી અને બે અજાણ્યા ઇસમો ગણેશના ભાઇ સાથે પૂર્વે થયેલી મારામારીનું મનદુ:ખ રાખી ધોકા અને પાઇપથી માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ ફરિયાદ દાખલ કરાયા બાદ રાયોટીંગ અને એચએમના ઘટનામાં આરોપીઓ ગણેશભાઇ વરજાંગભાઇ ખાંભલા, ગોકળભાઇ પુનાભાઇ આલ, કરમણભાઇ કરશનભાઇ ખાંભલા, માનાભાઇ ઉર્ફે બાબુભાઇ સાંગાભાઇ આલ અને શંકરભાઇ નાગજીભાઇ ખાંભલાને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા હતા.