નાની નાગલપરમાં ચોરોએ વાહનોમાંથી આઠ બેટરી ચોરી


અંજાર અને આસપાસના વિસ્તારોમાં બેટરીઓ ચોરી કરતી ગેંગ સક્રિય થઇ છે. થોડા સમય અગાઉ જ વરસાણાના એક કાર શો રૂમ માંથી બેટરીઓ ચોરી કરી લેવાઇ હતી. જે તસ્કરોને પકડવામાં પોલીસને સફળતા મળી તેમ છતાં અંજાર તાલુકામાં બેટરી ચોરો સક્રિય છે. નાની નાગલપર ગામની વાડી વિસ્તારમાં જુદી-જુદી જગ્યાએથી એક સાથે 8 વાહનો માંથી બેટરી ચોરી કરવામાં આવી છે.
આ વિશે પ્રાપ્ત થઈ માહિતી અનુસાર નાની નાગલપર ગામની વાડી વિસ્તારમાં રહેતા જયેશ કાન્તિલાલ કાપડી સહિત કુલ 8 લોકોએ અંજાર પોલીસ મથકે લેખિત ફરિયાદ કરી હતી કે, રાત્રે કોઈ અજાણ્યા ચોર સખ્શો તેમના વિસ્તારમાં ત્રાટક્યા અને એક સાથે જુદી-જુદી જગ્યાએ રહેલા ટ્રેક્ટર સહિત 8 વાહનો માંથી બેટરીઓની ચોરી કરી જવાઈ હતી. સ્થાનીકોએ જણાવ્યું હતું કે, આ અંગે અંજાર પોલીસને લેખિત જાણ કરાઈ હોવા છતાં હજુ સુધી ફરિયાદ નોંધવામાં નથી આવી. ગ્રામ પંચાયત પોલીસે સીસીટીવી તપસ્યા છે અને સ્થાનિક પંચનામું કરવામાં આવશે તેવી જાણકારી આપી છે, પણ હજુ સુધી કોઈ નથી આવ્યું. તેમ છતાં પંચાયતે લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે.