ફલ્લા નજીક ગાયને બચાવવા જતાં ટેલર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો


જામનગર નજીક ફલ્લા ગામે હાઇવે પર બપોરે ટ્રક અને ટેલર વચ્ચે અકસ્માત થતાં ટેલર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. પોલીસ ઘટના સ્થાને પહોંચી અને ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરથી દુર આવેલા ફલ્લા પાસે ટેન્કર નં. GJ-19વાય-2235 નો ચાલક ગાયને બપોરના સમયે બચાવવા જતાં પાછળથી આવતા ટેલર ટ્રક MH-04KF-883ના ચાલકે પાછળથી ઠોકર મારતા ટેલરનો આગળનો ભાગ દબાઇ જતાં ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું.
બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને 40 વર્ષની ઉમરના લાગતા મૃતકને બહાર કાઢી જામ થયેલા ટ્રાફિકને ચાલુ કરાવ્યો હતો, પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી મૃતકની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી.