જીઆઇડીસીના ખુલ્લા પ્લોટમાં એક કારમાં આગ ભભૂકી

copy image

ગાંધીધામના જીઆઇડીસી વિસ્તારમાં ડી માર્ટની પાસેના ખુલ્લા પ્લોટમાં પાર્ક કરવામાં આવેલી કારમાં શોટસર્કિટને લીધે આગ ભભૂકી ઉઠી હતી. તો આજ વિસ્તારમાં બાવળની ઝાડીઓમાં લાગેલી આગને નગરપાલિકાની ફાયરબ્રીગેડએ જઈને બુઝાવી હતી.

મેઘપર બોરીચીના આરાધનાનગરમાં રહેતા રિષભ એન્ટરપ્રાઇઝમાં મેનેજર તરીકે ફરજ બજાવતા સમીતરસિંગ અમરનાથસિંગ શિખે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી જાણવા જોગમાં જણાવ્યા અનુસાર, તેમની કંપનીની ઇનોવા કાર જીઆઇડીસી વિસ્તારમાં ડી માર્ટ પાસેના ખુલ્લા પ્લોટમાં પાર્ક કરી હતી તે કારમાં અચાનક આગ ઉઠી હતી.

આગ કાબુમાં આવી પરંતુ આ આગને કારણે અંદરની સીટો સહિત બધું બળી જતાં મોટું નુશકાન પહોંચ્યું હતું. શોટ સર્કીટને લીધે આગ લાગી હોવાનું તેમણે જાણવા જોગમાં જણાવ્યું હતું. તો રાત્રીના જીઆઈડીસી વિસ્તારમાંજ બાવળોમાં લાગેલી આગે મોટુ સ્વરુપ ધારણ કરી લેતા નગરપાલિકાની ફાયરબ્રીગેડ સ્થળ પર પહોચી ગઈ હતી, જ્યાં ફાયરફાઈટરો કિરણ ફુફલ, પાર્થ મહેશ્વરી, કેતન પરમાર અને સત્યરાજ સરવૈયાએ એક કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.