રાપર તાલુકા ની પાંજરાપોળ અને ગૌશાળા ની ગાયો સાથે ઘેરાવ


આજે રાપર તાલુકા મામલતદાર કચેરી ખાતે રાપર તાલુકાના પાંજરાપોળ અને ગૌશાળા કે જેમાં રાપર આડેસર પદમપુર પાંજરાપોળ અને આઠ ગૌશાળા ની ગાયો સાથે રાપર પાંજરાપોળ ના પ્રમુખ વિપુલ મહેતા ની આગેવાની હેઠળ રાપર તાલુકા મામલતદાર કચેરી ખાતે ધેરાવ કર્યો હતો ત્રણ સો જેટલી ગાયો સાથે ધેરાવ કરવામાં આવ્યો હતો અને આજ થી રાપર તાલુકાના પાંજરાપોળ અને ગૌશાળા ના બાવીસ હજાર પશુઘન ની જવાબદારી સરકારની રહેશે આજે આવેદનપત્ર નાયબ મામલતદાર મયુર પટેલ ને આપવામાં આવ્યું હતું જેમાં સરકાર સમક્ષ પાંચસો કરોડની સબસિડી ની જાહેરાત કરવામાં આવી છે તે તાત્કાલિક અસરથી આપવા માટે માંગણી કરવામાં આવી હતી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાપર પોલીસ ઇન્સ્પેક્ટર વી. કે ગઢવી તથા પોલીસ સ્ટાફ એ સજ્જડ બંદોબસ્ત ગોઠવી દીધો હતો