પાર્કિંગના ઝઘડામાં સિલિન્ડરથી તબીબની કાર ફૂંકવાનો પ્રયાસ

અમરોલી ચાર રસ્તા કેશર ભવાની કોમ્પ્લેક્ષમાં ગાંધી હોસ્પિટલની સામે પાર્કિંગમાં ડોકટરની કાર નીચે 5 કિલોનો ગેસનો સિલિન્ડર મુકી આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. કારમાંથી ધુમાડો નીકળતા હોસ્પિટલમાંથી નર્સએ જોયું હતું. આથી તેણે ડોકટર અને ફાયર બિગ્રેડને જાણ કરી હતી. ફાયરે સમયસર આવી પાણીનો મારો કરી આગ ઓલવી હતી. કારને સામાન્ય નુકશાન થયું હતું. આ અંગે ડોકટરે CCTV ફૂટેજ ચેક કર્યા હતા. ડોકટરની હોસ્પિટલના કોમ્પલેક્ષના દુકાનદારે આ કરતુત કર્યુ હોવાનું સામે આવ્યું.

દુકાનદાનરની સાથે અન્ય બે ઈસમો પણ હતા. પાર્કિગના મુદ્દે દુકાનદાર અને ડોકટર વચ્ચે વિવાદ ચાલી રહયો છે. અગાઉ પોલીસ અને નગરપાલિકામાં બન્ને અરજી સામ-સામે આપી હતી. અડાજણ પિનલ રો હાઉસમાં રહેતા ડોકટર નિલેશ ગાંધીએ અમરોલી પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે દુકાનદાર મદન ભીખા માળી(રહે.મહાલક્ષ્મી સોસા,અમરોલી) અને અન્ય બે ઈસમો સામે ગુનો નોંધ્યો.