ધોરીમાર્ગ નિર્માણ કરતી કંપનીના મનેજરને માલસામાન રાખવા પૈસાની ખંડળી માંગી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આરોપીઓ ઝડપાયા

copy image

રાપર તાલુકાના ચિત્રોડ ગામના મહિલા સરપંચના પુત્ર સામત વેલા ખોડે પોતાના ત્રણ સાગરીતો સાથે મળીને સામખીયાળીથી સાંતલપુર સુધીના ધોરીમાર્ગનું કામ કરી રહેલી કંપનીના મેનેજરને ગામના પ્લોટમાં માલસામાન રાખવા માટે છરી બતાવી પૈસાની ખંડળીની માંગ કરાઇ હતી. તેમજ પૈસા નહી આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ આડેસર પોલીસ મથકમાં દાખલ કરાવાઈ હતી. પોલીસે ફરાર આરોપીને ગણતરીના કલાકોમાં સાગરીતો સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આડેસર પોલોસમાં દાખલ થયેલ ફરિયાદ અનુસાર આરોપી સામત વેલા ખોડ ગત સોમવારે સાંજે ત્રણ સાગરીતો સાથે ઘટનાસ્થળે પહોંચી ફરિયાદી અને વી.પી. શેઠિ કન્ટ્રક્શન કંપનીના મેનેજર શિવકુમાર થળકરી મૂળ રહેવાસી મહારાષ્ટ્ર હાલમાં લાકડીયાને ગામના પ્લોટમાં ભાડેથી રાખેલી જમીન પર ડામર તથા માર્ગ નિર્માણ માટેની સાધન સામગ્રી રાખવા માટે ઓફિસે પૈસા પહોંચાડી જવા ખંડળીની માંગણી કરવામાં આવી હતી અને ડર બતાવ્યો હતો કે આમ નહિ કરો તો ગામના લોકોને લઈ આવી તમારી સામે ઉપવાસ પર બેસી જશું. પૈસા આપવાનું ઇનકાર કરતા આરોપીએ પોતાની પાસે રહેલી છરી બતાવી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી.
​​​​​​​

ફરિયાદના આધારે આડેસર પીએસઆઇ ભરત રાવલે આરોપીની રણ વિસ્તારમાંથી ત્રણેય સાગરીતોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ પણ આરોપી સામે ખંડળી માંગવા સહિતની પાંચ જેટલી પોલીસ ફરિયાદ દાખલ કરાઇ ચુકી છે અને તે પાસા હેઠળ જેલ પણ ભોગવી આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાના રણમાં મીઠાના અગરો સામેના ચાલેલા આંદોલનમાં પણ તેણે સક્રિય ભૂમિકા ભજવી હતી.