ચાંદ્રોડા ગામમાં જમાઈએ સસરાને કોસ મારતા કાનનો પડદો ફાટ્યો

copy image

અંજાર તાલુકાના ચાંદ્રોડા ગામમાં 20 વર્ષ પહેલા કરેલી ફરિયાદનું મનદુઃખ રાખી જમાઈએ 70 વર્ષીય વૃદ્ધ સસરા પર કોસ મારફતે હુમલો કરતા વૃદ્ધના કાનનો પડદો ફાટી ગયો અને હાડકી પણ તૂટી હતી.

આ વિશે અંજાર પોલીસ મથકેથી ચાંદ્રોડા ગામમાં રહેતા ભીમા મેરા મરંડની ફરિયાદને નજરે રાખી મળતી માહિતી અનુસાર ફરિયાદની પુત્રીને તેનો જમાઈ આરોપી બાબુ આલા લાવડીયા માર મારતો હોવાથી તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના લીધે તેને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. જે બાબતનું મનદુઃખ રાખી ફરિયાદી જયારે ગામના ચોરે બેઠા હતા ત્યારે આરોપી જમાઈએ હાથમાં કોસ લઈને આવી ફરિયાદીને કાનના ભાગે મારી હતી. જેથી ફરિયાદીને ગાંધીધામની ખાનગી હોસ્પિટલ મધ્યે ખસેડાયા હતા. જ્યાં તબીબે જણાવ્યું હતું કે, આ હુમલામાં વૃદ્ધના કાનનો પડદો ફાટી ગયો છે અને પાછળની હાડકી પણ તૂટી છે જેના કારણે ટાંકા લેવા પડ્યા. જે પછી આ ઘટના અંગે ફરિયાદીએ અંજાર પોલીસ મથકે પોતાના જમાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.