ભુજ તાલુકાના કાળી તલાવડી ગામે પૈસા મુદ્દે હુમલો કરાવતા ઇજાગ્રસ્ત ને જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો

ભુજ તાલુકાના કાળી તલાવડી ગામે પૈસા મુદ્દે હુમલો કરાવતા ઇજાગ્રસ્ત ને જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.ભુજની જીકે જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી મળતી વિગત અનુસાર ગ્રામ પંચાયતના પાણીના વાલ ખોલવાનું કામ કરતા પરબત ડાંગર જે કાળી તલાવડીમાં રહે છે તેઓ  પંચાયતો પાસે હતા.ત્યારે પૈસાની લેવડદેવડ બાબતે હીરાભાઈ સાથે બોલા ચાલી થતા હીરાભાઈએ બંને હાથમાં લોખંડના પાઇપથી મારમારતા ઇજા પહોંચી હતી જેને સારવાર માટે ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે