ભુજના કોલેજ રોડ ઉપર એકટીવાની અડફેટે આવતા વૃદ્ધ ઇજાગ્રસ્ત


ભુજના કોલેજ રોડ ઉપર એકટીવાની અડફેટે વૃદ્ધ ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે ભુજ જીકે જનરલ હોસ્પિટલ ની ચોકીમાંથી મળતી વિગતો અનુસાર બબીબેન દેવીપુજક જેવો લાલન કોલેજ પાસે રહે છે તેઓ લાલન કોલેજના ગેટ પાસે પસાર થઈ રહ્યા હતા. ત્યારે ત્યાંથી પસાર થતી એકટીવા જીજે 12TF 3946 ના ચાલકે તેમણે ટક્કર મારતા બબીબેન ને ઇજાઓ થતા ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.