નોકરી અંગે પૂછતાં પતિએ પાઈપ વડે પત્નીને માર માર્યો


મકરપુરામાં આધેડ મહિલાએ પતિ કામકાજ ન કરતા હોવાથી તેઓને કામ કરવા કહેતાં તેણે પત્નીને પાઈપ વડે ફટકારી હતી. મહિલાના પુત્રે આ વિશે મકરપુરા પોલીસ સ્ટેશનમાં પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવી હતી. મકરપુરા પંચરત્ન સોસાયટીમાં રહેતા રહેતા જીગ્નેશ પરમાર ખાનગી કંપનીમાં નોકરી કરે છે, જ્યારે તેના પિતા ભૂપેન્દ્રભાઈ (ઉ.વ.52) સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા, પણ થોડા સમય પૂર્વે તેમણ નોકરી છોડી દીધી હતી.
તેમની પત્ની સીતાબેન (ઉ.વ-45)એ સાંજે ભૂપેન્દ્રભાઈને નોકરી અંગે પૂછતાં તે ઉશ્કેરાઈ ગયા અને 2-4 લાફા મારી ગમે તેમ બોલવા લાગ્યા હતા. જેથી સીતાબેને તેઓને કહ્યું કે, માત્ર નોકરી અંગે પૂછતાં તમે કેમ ગુસ્સે થાવ છો. પછી ભૂપેન્દ્રભાઈ પાઈપ વડે સીતાબેનને માર માર્યો અને ધમકી આપી હતી કે, તેને જીવતી નહીં રહેવા દઉં. આ દરમિયાન જીગ્નેશ ઘરે આવી જતાં માતાને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયો હતો. ત્યાર બાદ પોતાના પિતા વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.