પગાર વધારા પછી હડતાળ યથાવત્ રાખતા આરોગ્ય કર્મીની અટકાયત

copy image

ગુરૂવારે રાજ્ય સરકારે આરોગ્ય કર્મચારીઓના પગાર અને ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કર્યા પછી આરોગ્ય કર્મચારીઓએ ગ્રેડ પે મામલે આંદોલન ચાલુ રાખતા શુક્રવારે 3 હજાર આરોગ્ય કર્મચારીઓની અટક કરવામાં આવી હતી. પોલીસે આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજિતસિંહ મોરીની પણ ધરપકડ કરી હતી. આ સાથે વીસીઇ તેમજ એલઆરડી મહિલા ઉમેદવારોની પણ અટક કરાઇ હતી. આંદોલન કરી રહેલા નગરપાલિકાના કર્મચારીઓએ કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવ્યો.

​​​​​​એલઆરડીની 2018ની ભરતીમાં 20 ટકા વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવાની માગણી સાથે આંદોલન કરી રહેલા એલઆરડી મહિલા ઉમેદવારો તેમજ તેમની સાથેના સમર્થકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જાત મુચરકો રજૂ કરવાની મનાઈ કરતા 55 મહિલા અને 23 યુવકોને સાબરમતી જેલમાં મોકલાયા હતા.