ઝાડેશ્વર ગામમાં અંગત અદાવતથી યુવાનને 4 સખ્શોએ માર માર્યો

ભરૂચના ઝાડેશ્વર ગામમાં રહેતો યુવાન તેના મિત્રો સાથે ઝાડેશ્વર ચોકડીએથી બાઇક પર ઘરે પાછા આવી રહ્યાં હતાં. દરમિયાનમાં નિઝામવાડી પાસે દુબઇ ટેકરી મધ્યે રહેતાં 4 યુવાનો તેમને અટકાવી તે પૈકીના એક મિત્રનો મોબાઇલ નંબર જાણ્યાં પછી તેને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી.

ઝાડેશ્વર ગામમાં કોઠી ફળિયામાં રહેતો રૂશિન કિશન વસાવા રાત્રીના સમયે તેના મિત્ર જયેશ પ્રવિણ માછી પટેલ સાથે બાઇક પર ઝાડેશ્વર ચોકડી ગયાં ત્રીજો મિત્ર રિતેશ સોમા પાટણવાડિયા પણ બાઇક લઇને પણ ત્યાં પહોંચ્યો હતો.

તેઓ રાત્રે પોણા અગિયાર વાગ્યે ઝાડેશ્વર ગામમાં આવેલાં નિઝામવાડી પાસેના હડકાઇ માતા મંદિર પાસેથી પસાર થતાં હતાં તે સમયે દુબઇ ટેકરી વિસ્તારના રાહૂલ ઉર્ફે જેકર વસાવા, અંકિત કનુ વસાવા, કિશન જીવા વસાવા અને વિનય વસાવાએ તેમને અટકાવ્યાં. આ દરમિયાન રાહૂલે તેમના મિત્ર જયેશને નીચે ઉતારી તેનો મોબાઇલ નંબર માંગ્યો હતો. જયેશે તેનો નંબર આપતાં જ ચારેય ત્રણેયને લાકડી મારતાં જયેશના માથામાં ગંભીર ઇજાઓ પહોચી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. આ બાણાવ અંગે સી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી હૂમલાખોરોને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.