રાજકોટ સીજીએસટીની ટીમે બોગસ બિલિંગ કૌભાંડ પકડી પાડ્યું

આ પ્રકરણમાં કોલેજના વિદ્યાર્થીની સસાંકડયેલ હોવાનું બહાર આવ્યુ છે. જોકે હજુ વધુ એક ઈસમની શોધખોળ હાથ ધરઈ છે. ભંગારના વેપારીએ બોગસ બિલ બનાવીને રૂપિયા 5 કરોડની ઇનપુટ ટેક્સ ચોરી કરી. સીજીએસટીની પ્રિવેન્ટિવ વિંગને બોગસ બિલિંગ કૌભાંડ અંગે બાતમી મળી હતી. બાતમીના આધારે દરોડા પાડતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યો હતો.

ખાનગી કોમ્પ્લેક્સમાં ઓફિસ ભાડે રખાઈ હતી. ઉપરાંત કોઠારિયા રોડ પર તે રહેણાક સ્થળ હોવાનું માલૂમ પડ્યું છે હાલ ઓફિસ અને રહેણાક બંને સ્થળે દરોડા પડાયા છે. પ્રાથમિક તપાસમાં રૂપિયા 20 કરોડથી વધુ રકમનું​​​​​​​​​​​​​​ બહાર આવી રહ્યું છે. હાલ રાજકોટના યુવાનની અટકાયત કરીને તેની પૂછપરછ શરૂ કરાઈ છે. આ કૌભાંડમાં કોલેજની એક વિદ્યાર્થીની સંડોવણી હોવાનું પણ જાણ થઈ છે.