મુન્દ્રા હેરોઇન કેસમાં આતંકી પ્રવૃતિને ટેકો આપતા બંગાળના ઈસમની અટકાયત


મુન્દ્રા પોર્ટના હેરોઇન કેસમાં એનઆઈએની ટીમ દ્વારા 26માં આરોપીની અટકાયત કરવામાં આવી છે.જેમાં NIA એ આરોપી સુશાંત સરકાર (પશ્ચિમ બંગાળ)ની કેસમાં સંકડાયેલ બદલ અટકાયત કરી છે. આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે ભારતમાં હેરોઈનનો ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય વેપાર કરવામાં આરોપીનો હાથ હતો. આ કેસ શરૂઆતમાં DRI ગાંધીધામ મધ્યે નોંધવામાં આવ્યો હતો.ત્યાર બાદમાં 6 વોન્ટેડ સહિત 25 આરોપીઓ સામે NIA કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ કરાઈ હતી. આ કેસ આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગ સિન્ડિકેટથી સંબંધિત છે, જે બંને અફઘાન નાગરિકો હસન દાદ અને હુસૈન દાદ ભાઈઓ દ્વારા ચલાવાય છે.
બંનેએ દરિયાઈ માર્ગે કન્ટેનર વડે હેરોઈન ભરેલા અનેક કન્સાઈનમેન્ટ ભારતમાં પહોંચાડ્યા છે. હેરોઈનને અફઘાનિસ્તાનમાં શુદ્ધ કરવામાં આવ્યું અને અર્ધ-પ્રક્રિયા કરેલ ટેલ્ક અને બિટ્યુમિનસ કોલસા જેવી અન્ય સામગ્રીઓમાં છુપાવવામાં આવ્યું. બાદમાં આ માલસામાનને ગુજરાત અને કોલકાતાના ભારતીય બંદરો અને આગળ ટ્રક વડે નવી દિલ્હી મોકલાયો હતા.આરોપી સુશાંત ગુનાહિત કાવતરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે, અને તેણે નવેમ્બરમાં અફઘાનિસ્તાનથી ઈરાન થઈને ભારત તરફ અર્ધ પ્રોસેસ્ડ ટેલ્કની હેરોઈન ભરેલી શિપમેન્ટનો ઓર્ડર આપ્યો હતો.
તેણે આ હેતુ માટે તેની પેઢી “જીસસ ક્રાઈસ્ટ ઈમ્પેક્સ” નો ઉપયોગ કર્યો હતો. તેણે આ કન્સાઈનમેન્ટને નવી દિલ્હીમાં અન્ય આરોપી કબીર તલવારની પેઢીમાં પહોંચાડ્યું હતું. હેરોઈનની દાણચોરી કરનાર સિન્ડિકેટના સભ્યો દ્વારા કન્સાઈનમેન્ટ ઉતારવામાં આવ્યું જેમની સામે તાત્કાલિક કેસમાં ચાર્જશીટ કરાઈ છે. કબીર તલવાર દિલ્હીનો મોટો ઉદ્યોગપતિ છે.જેની પણ ધરપકડ થઈ ચૂકી છે.