જામનગરમાં અડધી રાત્રે ચાલુ ST બસમાં મુસાફરો વચ્ચે મારામારી થતા દોડધામ મચી: સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

જામનગર શહેરમાં ગુલાબનગર પોલીસ ચોકી પાસે રાત્રિના સમયમાં એસ.ટી બસમાં કોઈ કારણોસર બસમાં સવાર મુસાફરો વચ્ચે મારામારી થતા નાસભાગ મચી જવા પામી હતી. તે દરમિયાન કોઈ જાગૃત નાગરીકે ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ભારે ચક્યાર મચી છે.
જ્યારે એસટી બસ ગુલાબનગર પાસે પેસેન્જરને ઉતારતી હતી તે સમયે માથાકૂટ થઈ હોવાનું મનાઈ રહ્યું છે. એસટી બસ માંડવીથી દ્વારકાની હોવાનું સામે આવ્યું છે અને જામનગરમાં ગુલાબનગર ચોકી પાસે પેસેન્જર ઉતરતા સમયે આ ઘટના બની અને સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અને આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ,જામનગરના ગુલાબનગર પાસે અડધી રાત્રે મુસાફરો વચ્ચે કોઈ બાબતે માથાકુટ થતા મામલો બિચકયો હતો. અન્ય બચાવ માટે અન્ય મુસાફર ડ્રાઇવર સીટ પાસે ધૂસી ગયો હતો તેવામાં અન્ય મુસાફરના સગા બસમાં ચઢી જઈ મારામારી કરતા લોકોના ટોળા એકત્ર થયા હતા. મારામારી થતા બસમાં સવાર મુસાફરોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો. હાલ તો, આ મામલે શહેરભરમાં ભારી ચર્ચા જાગી છે.