ખાખરેચીની પેપરમિલમાં રાત્રે આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી

copy image

મોરબી જિલ્લાના માળિયા હળવદ રોડ પર આવેલા પેપરમિલમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થતાં મોરબી અને હળવદ પાલિકાને જાણ કરાઈ હતી અને બંને શહેરની ફાયરની ટીમ દોડી ગઇ અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.

મોરબીના માળિયા હળવદ રોડ પર ખાખરેચી પાટિયા ગામ નજીક આવેલા લેમિટ પેપર મીલમાં મોડી રાત્રે આગ લાગી હતી. બનાવની જાણ થતાં મોરબી અને હળવદ પાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને એક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પાર કાબુ મેળવી લીધો હતો. જો કે આગનું કારણ સામે આવ્યું હતું નહિ. ઘટનાના પગલે પેપરમીલમાં મોટાં પાયે નુકસાન થયું હતું. આ ઘટનામાં કોઇ જાનહાનિ ન થતાં હાજર લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.