સુરપુર નજીક શામળાજી પોલીસે શંકાસ્પદ દારૂ ભરેલી ગાડી પકડી પાડી, 1.25 લાખના મુદ્દામાલ કરાયો જપ્ત, એક શખ્સની ધરપકડ

આજ સરહદથી છોટા હાથીમાં વિદેશી દારૂ હોવાની બાતમી શામળાજી પોલીસને મળી હતી. જેથી પોલીસે વાહનચાલકને દારૂના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં સફળતા મળી હતી.
શામળાજી પોલીસ અણસોલ પાસે વાહનોની ચેકીંગ કરતી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતા એક છોટા હાથી શંકાસ્પદ જણાઈ આવી હતી. જેને શામળાજી પોલીસ દ્વારા રોકવાનો પ્રયાશ કરવામાં આવતા છોટા હાથીના ચાલકે પૂરપાટે વાહન હંકારી દીધું હતું. જેના લીધે શામળાજી પોલીસે ટેમ્પાનો ફિલ્મી ઢબે પીછો કર્યો અને ભાગી છુટેલી છોટા હાથીને સુરપુર મધ્યે ઓવર સ્પીડના લીધે પલટી ગઈ જાતા જોઈ પકડી પાડી હતી. જેમાંથી વિદેશી દારૂ પણ મળ્યો હતો. પોલીસે તાત્કાલિક વાહનચાલક અને દારૂને હિરાસતમાં લઈ 1.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.