કમર પર ઇંટો બાંધી યુવતીએ સસોઇ ડેમમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

જામનગર પાસે સસોઇ ડેમમાં એક અજાણી લગભગ 22થી 25 વર્ષની વયની યુવતિનો મૃતદેહ મળ્યો હતો. મૃતકે શરીરના કમરના ભાગમાં વાયરથી ઇંટો બાંધી ડેમમાં ઝંપલાવી જીવન ટુંકાવી લીઘુ હોવાનુ જાહેર થયુ છે.પોલીસે મૃતદેહનો કબજો લઈ તેની ઓળખ મેળવવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

સસોઇ ડેમમાં કોઇ અજાણી યુવતિનો મૃતદેહ હોવાની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. મૃતદેહને બહાર કઢાવી પોલીસે તેને પીએમ માટે જી.જી.માં ખસેડવામાં આવ્યો હતો. લગભગ બાવીશથી પચીસ વર્ષની મૃતક યુવતિના હાથમાં લવ લખેલી ધાતુની વિંટી પણ પહેરી છે. કાળા સેન્ડલ તેમજ સફેદ ટોપ અને કોફી કલરનુ ર્સ્કટ પહેરેલુ છે. ઉકત વર્ણન વાળી યુવતિ અંગે કોઇ પણ જાણકારી હોય તો પંચ બી પોલીસનો સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે.પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.