સાણંદના મોરૈયામાં એસ્ટેટમાં ખાનગી કોલોનીનું ગટરનું પાણી રોડ પર ઉભરાઇ આવતા રહીશો પરેશાન

copy image

સાણંદના મોરૈયા ગામમાં અનેક ઓદ્યૌગિક એકમો આવેલા છે અને જેમાં મોટા ભાગે પરપ્રાંતિય મજૂરો તથા આસપાસના ગામના લોકો મજૂરી ઉપરાંત વ્યવસાય માટે આ વિસ્તારમાં ખાસ જતાં હોય છે ત્યારે મોરૈયા ગામ પાસેના ગાય બેસન વાળા ખાંચામાં આવેલ એસ્ટેટમાં ખાનગી વ્યક્તિ દ્વારા બનાવેલ કોલોનીનું ગટરનું દૃષિત પાણી રોડ ઉપર ઉભરાઇ આવતા રહીશોઓ ત્રસ્ત થયા છે.

સાણંદ તાલુકાનાં મોરૈયા ગામ નજીક આવેલ ગાય બેસનવાળા ખાંચામાં આવેલા એસ્ટેટમાં છેલ્લા ઘણા સમયથી ખાનગી વ્યક્તિઓ દ્વારા કોલોની બનાવી છે જે કોલોનીનું ગટરનું ગંદુ અને દૃષિત પાણી છેલ્લા ઘણા સમયથી રોડ ઉપર ઉભરાઇ આવે છે. તેમજ આ એસ્ટેટમાં અનેક કામદારો, નોકરિયાતો તથા વાહન ચાલકો પસાર થતાં હોય છે જેઓને આ રોડ ઉપર ઉભરાયેલ દૃષિત પાણીમાથી પસાર થવાનો વારો આવે છે.

આ રોડ ઉપર ગટરનું દૃષિત પાણી ભરાઈ જતાં ગંદકી, દુર્ગંધથી અહિયાથી નીકળતા લોકો પરેશાન બન્યા છે. સ્થાનિક લોકોને રોગચાળો ફાટી નીકળવાની ભય સતાવી રહ્યું છે. આ અંગે સ્થાનિકોએ કોલોનીના સંચાલકને સમસ્યા બાબતે રજૂઆત કરવા છતાં ઉકેલ નહિ લાવતા લોકો રોષે ભરાઈ ગયા હતા અને સ્વચ્છતાના નિયમનું પાલન થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે.