નિયોલ ચેક પોસ્ટ નજીકથી મુંબઈનો યુવક રૂ. 80 લાખના MD ડ્રગ્સ સાથે પકડાયો

શહેરના છેવાડે આવેલ નિયોલ ચેક પોસ્ટ નજીકથી સારોલી પોલીસે 80 લાખનો એમડી ડ્રગ્સ સાથે એક વિદ્યર્મીને ઝડપી પાડયો હતો. ઝડપાયેલ શખ્સનું નામ મોહંમદ અહેમદ ઉર્ફે મોનુ(35) છે અને તે મુંબઈમાં મધ્યે રહે છે. પૂર્વે તે રાંદેરમાં રહેતો હોવાથી રાંદેરના ડ્રગ્સ માફીયાના સંપર્કમાં હતો. મુંબઇથી ટ્રાવેલીંગ બેગમાં 800 ગ્રામ એમડી ડ્રગ્સ પ્લાસ્ટીકની થેલીમાં વિટાળી ચાદરમાં છુપાવીને લાવ્યો હતો.

પરવટ પાટિયા મધ્યે એમડીની ડિલિવરી આપવાનો હતો તે પહેલા સારોલી પોલીસે તેને બુધવારે મોડીસાંજે ઝડપી લીધો હતો. એમડી ડ્રગ્સ તે મુંબઈથી લકઝરી બસમાં લઈને આવ્યો હોવાની શંકા છે. સુરતમાં રાદેરમાં રહેતા ડ્રગ્સ માફીયાને પરવટ પાટિયા મધ્યે ડીલીવરી આપવાનો હતો. હાલમાં સારોલી પોલીસે ગુનો દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરી છે.