અલંગ ત્રાપજ રોડ પર ફર્નિચરમાં વિકરાળ આગ લાગતાં પ્લાય, લાકડું, સોફાસેટ સહિત ફર્નિચરનો જથ્થો બળીને ખાખ, ભારે જહેમત બાદ કાબૂ મેળવાયો

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ રોડ પર આવેલ ખાડા માં ફનીચરના સમાનમાં મોડીરાત્રે આગ લાગી ગઈ હતી, આગ લાગતા લોકોનો ટોળે ટોળા એકત્ર થઇ ગયા હતા.
અલંગ ફાયર વિભાગ પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ ત્રાપજ રોડ આવેલ ખાડામાં આવેલ એક ફર્નિચરનું વેચાણ કરતાં છગનભાઈ નામનાં વેપારીના ખાડામાં મોડીરાત્રીએ આગ લાગતાં જોતજોતામાં આ આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા સમગ્ર પ્લોટમાં આગ ફેલાઈ ગઈ હતી, આ આગમાં પ્લાય, લાકડું, સોફાસેટ સહિત ફર્નિચરનો જથ્થો સળગીને ખાખ થઈ ગયો હતો.
આ બનાવની જાણ અલંગ ફાયરબ્રિગેડને થતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને 3 કલાકની ભારે જહેમત પછી આગ પર કાબૂ મેળવ્યો હતો, આ આગમાં અલંગ ફાયરબિગ્રેડ બે બ્રાઉઝર દ્રારા 90 હજાર લીટર પાણીનો છટકવા કરાયો હતો, આ ઘટનામાં મોટી માત્રામાં ફર્નિચર નો જથ્થો સળગી ગયો હતો જોકે આગ લાગવાનું કારણ કે નુકશાની નું કારણ જણાયું નથી.