હરિપરની મહિલા મશીનના હલરથી ઈજાગ્રસ્ત થતાં મૃત્યુ નીપજયું

કલ્યાણપુર તાલુકાના હરીપર ગામમાં હાલ રહેતી મણીબેન વેસ્તાભાઈ હડવે નામની શ્રમિક પરિવારની મહિલા માંડવીના હલરમાં કામ કરી રહી હતી તે દરમિયાન હલરના મશીનના લીધે તેણીના માથાના ભાગમાં ઇજા પહોચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ મૃતકના પતિ વેસ્તાભાઈ પદમસિંહ હડવેએ કલ્યાણપુર પોલીસને કરી છે.