દ્વારકામાં બે યુવાનો ઉપર ધોકા વડે હુમલો કરી, મારી નાખવાની ધમકી આપનાર ચાર શખ્સ સામે ફરિયાદ નોંધાવાઈ

દ્વારકાના આવળપરા વિસ્તારમાં રહેતા અને એક હોટલમાં નોકરી કરતા વિપુલ રાજમલ ભગાડ નામના 22 વર્ષના યુવાન અને તેમની સાથે રહેલા સાહેદ વિજય સાથે ગત તારીખ 3ના રોજ રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં આ જ વિસ્તારમાં હોટલનું સંચાલન કરતા હેમત નામના એક ઈસમની હોટલની બાજુમાં આવેલી દુકાનમાં માવો ખાવા માટે ગયા હતા. ત્યારે આ સ્થળે આરોપી હેમત સાથે રવિભા વાઘેર, અતુલભા વાઘેર અને નીતિનભા વાઘેર નામના ચાર ઇસમોએ મળી,

લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજાઓ કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાણી ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં દાખલ કરાવાઈ આવી છે. ફરિયાદી વિપુલભાને આરોપી હેમત અને રવિભાએ “તું અમારી હોટલમાં કામ કરતી છોકરીની પાછળ કેમ જાય છે?”- તેમ કહી, હુમલાનો આ બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. દ્વારકા પોલીસે ચારેય ઇસમો વિરુદ્ધ અલગ અલગ કલમ અનુસાર ગુનો દાખલ કર્યો છે.