હિંમતનગરમાંથી NDPSના ગુનામાં નાસતા ફરતા શખ્સને SOGએ પેટ્રોલિંગ દરમિયાન ઝડપ્યો

SOGના સ્ટાફના કિરીટસિંહ રજનીકાંતસિંહ, ભાવેશકુમાર પસાભાઇ, અપેન્દ્ર્સિંહ નટવરસિંહ, દશરથભાઈ જેઠાભાઈ હિંમતનગરમાં પેટ્રોલિંગમાં કરી રહ્યા હતા તે દરમિયાન બાતમીના આધારે જાદર પોલીસ સ્ટેશનામાં NDPSના ગુનામાં નાસતા ફરતા ભિલોડાના મલાસા ગામના ઋત્વિક પ્રવીણભાઈ પરમારને એસટી સ્ટેન્ડ આગળ રોડ પરથી પકડી પાડ્યો હતો. આરોપીને પકડીને હિંમતનગર બી ડિવીઝન પોલીસને સોંપાયો હતો. તો બી ડીવીઝન પોલીસ દ્વારા આરોપીને જાદર પોલીસને સોંપવામાં આવ્યો હતો.