બાબરાની સીમમાં જુગાર રમતા 9 જુગારી પકડાયા 1 પલાયન

જિલ્લામા જુગારની બદીને ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે એલસીબી પોલીસે બાતમીના આધારે બાબરાની સીમમા એક વાડીમા જુગાર અંગે દરોડો પાડી નવ જુગારીને પકડી પાડી 1.10 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. એલસીબી પોલીસે જુગારનો આ દરોડો બાબરામા પટેલ સંકુલ પાછળ સીમમા વનરાજભાઇ પ્રતાપભાઇ બસીયાની વાડીમા આવેલ ઝુંપડીમા પાડયો હતો.
અહી પોલીસે મુકેશ ધીરૂભાઇ જાસલીયા, શૈલેષ નાજાભાઇ આહલગામા, મનજી મોહનભાઇ વાટુકીયા, ભરત બચુભાઇ રાઠોડ, અરજણ જગાભાઇ પરમાર, મગન બચુભાઇ રાવોલીયા, અતુલ કેશુભાઇ સાકરીયા નામના ઇસમોને પકડી પાડ્યા હતા. જયારે અન્ય એક ઈસમ ભાગી ગયો હતો. પોલીસે અહીથી રોકડ રૂપિયા 15450 તઠા મોબાઇલ નંગ-7 કિમત રૂપિયા 35 હજાર તેમજ મોટર સાયકલ નંગ-3 કિમત રૂપિયા 60 હજાર મળી કુલ રૂપિયા 1,10,450નો મુદામાલ જપ્ત કર્યો હતો.