ભુજ ટાઉન વિસ્તારમાંથી જના મોબાઈલ લે વેચ વિક્રેતાએ ગ્રાહકો પાસેથી જના મોબાઈલ વેચાણ અંગેનાં જરૂરી આધાર પુરાવા નહીં મેળવી તેમજ રજીસ્ટર નહીં નિભાવી પ્રસિધ્ધ જાહેરનામાનો ભંગ કરતા કાયદેસર કાર્યવાહી કરતી એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ-ભૂજ
શ્રી જે.આર.મોથાલીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા સૌરભ સિંધ સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છજીલ્લા સરહદી જીલ્લો હોઈ તેમજ અવાર નવાર ચીટીંગ જેવા ગુનાઓ બનતા હોઇ અને જે ગુનામાં આરોપીઓ બીજાના નામે સીમકાર્ડ મેળવી નિર્દોષ નાગરીકોને લાલચમા લઇ તેઓને નાણાકીય ખુંવારી ભોગવવી પડતી હોઇ જેથી આવા બનાવોને અંકુશમાં લેવા સીમકાર્ડ અંગેનાં જાહેરનામાનો ભંગ કરનારા વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માટે સુચના આપેલ હોય.
જે અનુસધાને એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ-ભુજનાં ઈ.પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.વી.ભોલા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એન.ડી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના પો.હેડ.કોન્સ નરેન્દ્રસિંહ ઝાલા તથા રઘુવીરસિંહ જાડેજાનાઓ ભુજ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન જી.આઈ.ડી.સી.રોડ માર્કેટ યાર્ડ પાસે શ્રીજી મોબાઈલની દુકાન સંચાલક દિપ હરેશભાઈ ઠક્કર ઉ.વ.૨૪,રહે.ગોકુલધામ-૦૧,મ.નં.૮૪(સી),નવાવાસ,માધાપર,તા.ભુજ વાળો અલગ અલગ કંપનીનાં જુના મોબાઈલ ફોન ગ્રાહકોને વહેંચી તેમજ ગ્રાહકો પાસેથી કોઇ આધાર પુરાવા નહીં મેળવી તેમજ તે અંગેનું કોઇ રજીસ્ટ્રર નહીં નિભાવી જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ, કચ્છ-ભુજનાં પ્રસિધ્ધ જાહેરનામાનું ભંગ કરતા તેઓ બે ઇસમો વિરૂધ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ કરવામા આવેલ છે.
