ભુજ હોસ્પિટલ રોડથી અપહરણ કરી યુવકને રાજકોટ લઇ જવાયો : એલસીબીએ 2 આરોપીને ઝડપ્યા

ગુરુવારે સાંજે હોસ્પિટલ રોડ પર અપહરણની ઘટનાએ  ભારે ચકચાર મચાવી હતી. અજાણ્યા શખ્સો શહેરના ભરચક વિસ્તારમાંથી 22 વર્ષીય શકીલનો અપહરણ કરી ગયા હતા. જેના પગલે તેના મોટાભાઈ કાસમે ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવીઓ હતી. જે બાદ એલસીબીએ બે આરોપીઓને રાજકોટથી ઝડપી લીધા હતા.

અપનાનગરમાં રહેતા શકીલ અબ્દુલ મજીદ લાંગાય શહેરના હોસ્પિટલ રોડ પર કાજલ ટી હાઉસ નજીક મિત્રો સાથે ઉભો હતો એ સમય દરમિયાન કેટલાક અજાણ્યા ઇસમો બ્લુ કલરની સ્વિફ્ટ કારમાં શકીલનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા.અપહરણના બનાવને પગલે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.બાતમીના આધારે આરોપીઓ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું.

જેઠી પડધરી પોલીસની મદદ લઈ રાજકોટ પાસે આવેલ માધાપર ચોકડી પહેલા રંગપર પમ્પીંગ સ્ટેશન પાસેથી શકીલને અપહરણના આરોપીઓ પાસેથી છોડાવ્યો હતો. આ બનાવને અંજામ આપવા ઉપયોગ કરાયેલ બ્લ્યુ કલરની સ્વિફ્ટ કાર GJ 03 ME 5026 સહિત અપહરણ કરનાર કુલ 5 આરોપીઓની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. જેમાંથી રાજકોટના બે આરોપી મનીષ ભીખુભાઈ ચૌહાણ અને વિક્રમસિંહ જોરૂભા રહેવરને દબોચી લેવામાં આવ્યા હતા.પ્રાથમિક તપાસમાં પૈસાની લેતી દેતી મુદ્દે અપહરણ કર્યાનું સામે આવ્યું હતું. બંને આરોપીઓને બી ડિવિઝન પોલીસને સોંપાયા હતા.