કિડાણામાં ઘરના આંગણામાં પાર્ક કરેલી 3 બાઇક સળગી ગઇ

orig_3_1668482850

copy image

કિડાણામાં ઘરના આંગણામાં પાર્ક કરેલી 3 બાઇકમાં આગ લાગતાં ખાક થઇ ગઈ, કિડાણાની શિવધારા સોસાયટીમાં રહેતા લેબર કોન્ટ્રાક્ટર બ્રિજેશકુમાર ધાનુપ્રસાદ પાલે બી-ડિવિઝન પોલીસ મથકને નોંધાવેલી જાણવા જોગને ટાંકી પોલીસ સૂત્રોએ વીગતો આપી હતી કે, ગત મધરાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન તેમણે અને તેમના ભાઇ ગોવિંદભાઇએ ઘરના આંગણામાં બાઇક પાર્ક કર્યા પછી પરવારી પરિવાર સૂઇ ગયો હતો.

અડધીરાત્રે 2 વાગ્યાના અરસામાં બૂમાબૂમ સંભળાતાં તેમનો પરિવાર સફાળો જાગી બહાર આવ્યો હતો અને જોયું તો તેમના આંગણામાં પાર્ક કરેલી ત્રણે બાઇકોમાં આગ લાગેલી હતી આસપાસના લોકોએ આગ ઉપર પાણી વડે કાબુ મેળવવા પ્રયાસ કર્યો પણ ત્રણે બાઇક આગમાં સળગી ખાક થઇ હતી. આ આગ કઇ રીતે લાગી તે જાણી શકાયું નથી પણ આ ઘટનાથી નુકશાન મોટું થયું હોવાનું તેમણે નોંધાવ્યું હતું.