જામનગરમાં વિકટોરિયા પુલ પાસે સ્ટેટિક સર્વેલસની ટીમે રાજકોટની સ્વિફ્ટ કારમાંથી રૂ. 24 લાખ રોકડા જપ્ત કર્યા

copy image

જામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકી નજીક વિક્ટોરિયા પુલ પાસે આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને બંદોબસ્તમાં રહેલી સ્ટેટિક સર્વેલસની ટીમને સ્વીફ્ટ કારમાંથી 24 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. બુધવારે રાત્રે 11:30 વાગ્યે બનેલી આ ઘટનાના પગલે અધિકારીઓ ચોંકી ગયા હતા અને કારચાલકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને પગલે બિન હિસાબી રોકડની હેરફેર પર નજર રાખવા માટે તંત્ર દ્વારા ચેકિંગની કામગીરી કરાઈ રહી છે ત્યારે જામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકી પાસે  વ્હોરાના હજીરા પાસેથી પસાર થતી જીજે – 03 એમઈ – 9600 નંબરની એક સ્વીફ્ટ કારમાંથી 24 લાખ રૂપિયાની રોકડ રકમ મળી હતી.

આટલી મોટી રકમ મળતાની સાથે જ ચૂંટણી સંબંધીત કામગીરી કરતી સ્ટેટીક સર્વેલન્સ ટીમ (એસએસટી) તરત જ હરકતમાં આવી અને બુધવારે રાત્રે 12:00 વાગ્યે કારચાલકની ઘનિષ્ઠ પૂછતાછ શરૂ કરાઈ.