હિંમતનગરના ઇલોલ પાસે કારમાંથી એલસીબીએ 1.41 લાખના વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો, 4 સામે ફરિયાદ નોંધાઇ

copy image

હિંમતનગરના ઇલોલ ગામની સીમમાં LCB ટીમ ભાગેલી કારનો પીછો કરી રૂ 1.41 લાખના વિદેશી દારૂ સાથે ચાલકને પકડી પાડ્યો હતો. તેની પાસેથી રૂ.5.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ચર્સમે ગુનો દાખલ કરાવ્યો હતો.

સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણીને લઈ ગેરકાયદેસર હેરાફેરી અટકાવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એલસીબીના ઇન્ચાર્જ PI એસ.જે.ચાવડાના સુચના અનુસાર સ્ટાફના વિક્રમસિંહ, વીરભદ્રસિંહ, સનતભાઈ, અમરતભાઈ, પ્રહર્ષકુમાર વિજયભાઈ, ગોપાલભાઈ, પ્રકાશભાઈ, અનિરુદ્ધભાઇ તથા રમતુજી હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે હિંમતનગર આરટીઓ સર્કલ તથા વિજાપુર રોડ પર નવાનગર પાસે નાકાબંધી કરી હતી. આ દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને અટકાવતાં વિજાપુર તરફ ભગાડી હતી. તો નવાનગરથી પાછી કાર હિંમતનગર તરફ આવી હતી. તો આરટીઓ સર્કલ નજીક રોકાતા ઇલોલ તરફ કાર દોડાવી હતી.

એલસીબીએ તેનો પીછો કર્યો અને ઇલોલ પાસે  રોડ સાઈડે કારમાંથી બીયર અને દારૂની 813 બોટલ કીંમત રૂ.1 લાખ 41 હજાર 420નો મળી આવ્યો હતો. પોલીસે કાર સહીત 5 લાખ 41 હજાર 920 નો મુદ્દામાલ જપ્ત કરી ચાલક રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના દેવલ યાદવ વસ્તીમાં રહેતા કાન્તિલાલ રૂપસિંહ યાદવ પકડી પાડ્યો હતો અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પકડાયેલ ચાલક અને ફરાર રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના બુદરા ગામનો રાકેશ નાથુભાઈ ડામોર, કણબઈ ગામનો ગોપાલ થાવરચંદ મીણા અને દેવલ ગામનો ગટુ રૂપસિંહ કોટડ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ફરારને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.