ભુજમાં વસ્ત્રોના શોરૂમનાં તાળાં તોડી 1.05 લાખની ચોરી
ભુજ શહેરમાં જ્યુબેલી ગ્રાઉન્ડ પાસે આનંદ કોલોની ખાતે અરવિંદ સ્ટોરનાં તાળાં તોડી ગતરાત્રિનાં અરસામાં તેમાંથી રૂ. 1.05 લાખની રોકડ કોઇ ઇસમો ચોરી કરી ગયા હતા. કાપડ અને તૈયાર વસ્ત્રોના આ શોરૂમનાં માલિક મુંદરાનાં તુષાર કેશવલાલ માલી દ્રારા નોંધાવેલી ફરિયાદ અનુસાર ગતરાત્રિનાં દુકાન બંધ કરાયા બાદ સવારનાં અરસા દરમિયાન આ ચોરી થઈ હતી. શટરનાં તાળાં તોડી અંદર ઘૂસ્યા પછી ટેબલ અને કાઉન્ટરનાં ખાનાનાં લોક તાડી તેમાં પડેલી રોકડ રકમ રૂ. 1.05 લાખ ચોરી કરી ગયા હતા. સતત ધમધમતા માર્ગ ઉપર બનેલાં આ બનાવ બાબતે બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.