ઇલાવ ગામે વેપારીના મકાનમાં સોનાના દાગીના અને રોકડની થતાંપોલીસે નાકાબંધી કરી 6 ચોરને ઝડપી પાડ્યા

copy image

હાસોટ તાલુકાના ઇલાવ ગામમાં રહેતા અને વેપાર કરી જીવન નિર્વાહ કરતા વેપારી લાડુમલ શાહ અને તેઓના પત્ની રાતે સુતા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સ તેઓના મકાનના પાછળના ભાગમાં આવેલ બારીની ગ્રીલ તોડી અંદર ઘૂસ્યો હતો અને વેપારીને માર માર્યો હતો. ત્યારબાદ ઘરમાં રહેલ સોનાની ચેન,સોનાની બુટ્ટી તથા રોકડા રૂપિયાની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતા આ અંગે વેપારીના પુત્ર વિજય શાહ અને મહાવીર શાહ અંકલેશ્વર મધ્યે રહેતા હોય તેઓને જાણ કરવામાં આવતા તેઓ રાત્રિના સમયે અંકલેશ્વરથી ઇલાવ આવી રહ્યા હતા તે દરમિયાન માર્ગમાં ઇકો કારમાં કેટલાક લોકોની હિલચાલ જણાઈ આવી હતી આથી તેઓએ હાંસોટ પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસે તાત્કાલિક હાંસોટ મધ્યે નાકાબંધી કરી અને બાતમી વાળી ઇકો કારને રોકી તેમાં તપાસ કરતા છ શખ્સો મળી આવ્યા હતા પોલીસે તેઓની તપાસ કરતાં તેઓ પાસેથી લૂંટમાં ગયેલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે 6 શખ્સોની ધરપકડ કરી તેઓ આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.