લાકડિયા નજીક પીપરાપાર્ટી સીમમાં પોલીસે દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો

ભચાઉ તાલુકાના લાકડિયા પાસે પીપરાપાર્ટીની સીમમાં દારૂના જથ્થા સાથે પોલીસે એક ઈસમને પકડી પાડયો હતો. મળતી માહિતી અનુસાર બાતમીના આધારે ગત સાંજના સમયગાળામાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાવળની ઝાડીઓમાં આરોપી અભય વેલા બઢિયાના કબ્જામાંથી શરાબની 52 બોટલો જપ્ત કરાઈ હતી.કબ્જે કરાયેલા શરાબના જથ્થાની કિંમત રૂા. 18,200 આંકવામાં આવી છે. પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.