નાડાપા-ધાણેટી રોડ પર ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો:બાઈક ચાલકનું મોત

ભુજ તાલુકાના નાડાપાથી ધાણેટી ગામ તરફ જતા રોડ પર ગઈકાલે રાત્રે આઇવા ડમ્પરની અડફેટે આવી જવાથી અકસ્માત સર્જાયો હતો. બાઇક સવાર યુવાનને ગંભીર પહોચતા મોત થયું.

પધ્ધર પોલીસ મથકમાં ફરિયાદી રમેશભાઈ ગોપાલભાઈ કાગીએ જણાવ્યું કે,તેમના મોટાભાઈ 40 વર્ષીય નરશીભાઈ બાઇક નંબર જીજે 12 બીએમ 424 લઈને નાડાપાથી ધાણેટી જતા રોડ પરથી જઈ રહ્યા હતા તે દરમિયાન માધવ માઇન્સના ગેટ નજીક પહોંચ્યા એ દરમ્યાન પાછળથી આવતી અન્ય એક બાઇક નંબર જીજે 12 ડીએન 0362 ના ચાલકે ઓવરટેક કરવાનો પ્રયત્ન કરતા બંને  અથડાઈ ગઈ હતી.

જેથી નરશીભાઈ નીચે રોડ પર પટકાતા આ સમયગાળામાં સામેથી એક અજાણ્યો આઈવા ડમ્પરનો ચાલક પુરપાટે વાહન હંકારીને આવતો હોવાથી તેના વાહનના ટાયર નીચે નરશીભાઇ આવી જતા માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત ઘોષિત્બ કર્યા હતા. આ ઘટનાથી પરિવારમાં શોક ફેલાયો હતો. ઘટના અંગે પોલીસે બાઇક અને ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.