અંજારના વરસામેડીની કંપની પાસે વીજશોક લાગતાં ટાંકી ઉપરથી નીચે  પટકાતા યુવાનનું મોત નીપજયું

અંજાર તાલુકાના વરસામેડી નજીક વીજશોક લાગવાથી ટાંકી ઉપરથી નીચે પટકાતાં કામદારનું મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર ગાંધીધામના અરૂણ કોમ્પલેક્સમાં રહેતા 45 વર્ષીય રાજનારાયણસિંગ બપોરે દોઢ વાગ્યાના સમયગાળામાં વરસામેડી પાસે આવેલી લુઇસ કંપની પાસે આવેલા પાર્કિંગમાં ઉભેલા ટેન્કરની ટાંકી પર ચડી સફાઇ કરતા હતા તે દરમિયાન તેમના હાથમાં રહેલો લોખંડનો સળિયો વિજ તાર સાથે અથડાતાં તેમને વીજ શોક લાગ્યો અને ટાંકી ઉપરથી નીચે પટકાઈ ગયા હતા જેમાં તેમને માથાના ભાગમાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નિવડે તે પૂર્વે જ તેમણે દમ તોડ્યો હતો.