ભુજ શહેરની પાલારા જેલ પાસે મહિલા ઉપર 5 શખ્સોએ હુમલો કરતાં ફરિયાદ નોંધાઈ

ભુજ શહેરની પાલારા જેલ પાસે મહિલા ઉપર પાંચ શખ્સો દ્વારા હુમલો કરાયો પોલીસે ગુનો દાખલ કર્યો ભુજ પાલારા જેલ પાસે 11 દિવસ પહેલા પશુપાલક મહિલાને માર મારી જાતિ અપમાનિત કરી હતી તેમના વાળાને તોડી પાડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું જે મામલે બી ડિવિઝન પોલીસ મથકે સાત આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો તે જ સ્થળે ફરીથી પાંચ આરોપીઓએ મહિલા પર હુમલો કરી તાલપત્રી તોડીને નુકસાન કર્યું હતું આ અંગે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાલારા જેલ પાસે રહેતા લક્ષ્મીબેન ચમનલાલે નોંધાવેલી ફરિયાદ અનુસાર આરોપી લતીફ સુમરા, રમજાન સુમરા, શકુલ સુમરા તેમજ શકુલની પત્ની અને એક 20 થી 25 વર્ષના અન્ય વ્યક્તિ સહિત કાર લઈને પાલારા જેલ પાસે આવેલા ગાયોના વાળા પર કુહાડી ધાર્યું તેમજ ધોકા સહિતના હથિયારો સાથે ઘસી આવ્યા હતા અને વાડામાં રહેલી તાલપત્રીને તોડી નુકસાન પહોંચાડ્યું હતું અને આરોપીઓ લક્ષ્મીબેન ઉપર હથિયારો વડે તૂટી પડ્યા હતા તેમજ લક્ષ્મીબેન ને જાતી અપમાનિત કરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે લક્ષ્મીબેને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. જેની પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.