સુરતના રાંદેરમાંથી પોલીસે પ્રતિબંધિત સિગારેટના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો

<strong>સુરતના રાંદેરમાંથી પોલીસે પ્રતિબંધિત સિગારેટના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો</strong>

copy image

સુરતના રાંદેરમાં પ્રતિબંધિત સિગારેટનો વેપલો કરતા એક શખ્સને રાંદેર પોલીસે પકડી લીધો હતો. પોલીસે ૭૦ હજારની પ્રતિબંધિત સિગારેટનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

સુરતમાં રાંદેર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે રાંદેર વિસ્તારમાં એક શખ્સ પ્રતિબંધિત સિગારેટનો વેપલો કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તપાસ કરતા ૫૫ વર્ષીય પરેશભાઈ રમણલાલ શાહને પકડી લીધો હતો. પોલીસે તેની પાસેથી ૭૦ હજારની કિમતની પ્રતિબંધિત સિગારેટનો જથ્થો જપ્ત કર્યો હતો.