રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર ચોટીલા પાસે આઇસર અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો:  બે ઘાયલ

copy image

રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર ચોટીલાથી આગળ જતા સાંગાણી પાસે આઇસર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં  બે વ્યક્તિઓને ગંભીર ઈજા થતાં ચોટીલા હોસ્પિટલ મધ્યે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલાથી થોડે દૂર આવેલા સાંગાણી ગામના પાટીયા પાસે આઇસર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત થતાં બે વ્યક્તિઓને ઇજાઓ થઈ છે. જેમને તાત્કાલિક સારવાર માટે ચોટીલા સાર્વજનિક હોસ્પિટલ મધ્યે ખસેડવામાં આવ્યા છે. ચોટીલા પોલીસને જાણ કરવામાં  આવતા ઘટનાસ્થળે દોડી આવી અને અકસ્માત અંગેની તપાસ શરૂ કરવામાં આવૈ હતી અને હાઇવે ઉપર સર્જાયેલા ટ્રાફિક સમસ્યાને પૂર્વવત કરાવાઈ હતી. આ અંગે ચોટીલા પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.