સુરતના હજીરાથી દમણ જતા ટેન્કરમાં આગ લાગી, ભારે જહેમત બાદ કાબૂમાં લેવાઈ

copy image

સુરતના હજીરાથી કેમિકલ ભરીને દમણ જઈ રહેલા ટેન્કરમાં આગ લાગી હતી. વહેલી સવારે ટેન્કર રેલવે ફાટક ક્રોસ કર્યા પછી એકાએક આગ ભભૂકી હતી. કન્ટેનરમાં આગ લાગતાં ચાલક નીચે ઉતરી ગયો હતો.

સુરતના હજીરાથી કેમિકલ ભરીને ટેન્કર ચાલક દમણ જતો હતો તે દરમિયાન અચાનક ટેન્કરમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ ટેન્કર ચાલકને થતા તેને માનવ વસાહતથી દૂર ટેન્કર ઉભું રાખી સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયો હતો. આ બનાવની જાણ સ્થાનિક લોકો દ્વારા પારડી ફાયર વિભાગ અને પારડી પોલીસને કરવામાં આવી હતી. અંદાજે 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.