મોરબી રોડ તરફના પુલ નીચે કપચીના ઢગલા પાસે બાઇક સ્લીપ થઈ જતાં યુવકનું મોત નીપજયું
રાજકોટમાં માધાપર ચોક પાસે ડ્રીમવીલા એપાર્ટમેન્ટમાં રહેતાં જયેશભાઇ નટવરલાલ મહેતા (ઉ.વ.52) રાતે દસેક વાગ્યે ઘરે જઈ રહ્યા હતાં તે સમય દરમિયાન માધાપર ચોકથી મોરબી રોડ તરફના પુલ નીચે કપચીના ઢગલા નજીક બાઇક સ્લીપ થઇ જતાં શરીરે ગંભીર ઇજા પહોચી હતી. નજીકમાં આવેલી વોડાફોનની ઓફિસના ચોકીદારે 108 બોલાવી તેમને હોસ્પિટલે ખસેડયા હતા. જયેશભાઇએ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડયો હતો. આથી હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવતા ગાંધીગ્રામ પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.