મહેસાણાના રાધનપુર રોડ પર પેટ્રોલ પંપ નજીક સાબરમતી ગેસની લાઇનમાં આગ લાગતા અફરાતફરી મચી
copy image
મહેસાણામાં રાધનપુર રોડ પર આવેલા એક પેટ્રોલ પંપ પાસેથી પસાર થતી સાબરમતી ગેસની લાઈનમાં આગ ફાટી નીકળતા અફરાતફરી મચી જવા પામી હતી. રસ્તા પર આગની જ્વાળાઓ નીકળતા થોડીવાર માટે વાહનવ્યવહાર સ્તંભિત કરાયો હતો. તો તાત્કાલીક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાતા ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગને કાબૂમાં કરી હતી.આગ પર કાબૂ મેળવતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી.