પાટણના સમી હાઈવે પરથી જઈ રહેલો ટ્રેલર પંચરની દુકાનમાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો: એકનું ઘટનાસ્થળે જ મોત નીપજયું
copy image
પાટણ જિલ્લાના સમી હાઈવે માર્ગ પરથી પસાર થઈ રહેલો ટ્રેલર ચાલકે કોઈ કારણોસર ટ્રેલર ટાયર પંચરની દુકાન ધૂસાડી દેતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેલર ચાલક ને ગંભીર ઇજાઓ થઈ હતી તો ટ્રેલરનાં કેબીન પાછળ આરામ કરતાં એક શખ્સનું મોત નિપજ્યું છે.
મળતી માહિતી અનુસાર પાટણ જિલ્લાના સમી હાઈવે માર્ગ પરથી આજે વહેલી સવારે પસાર થઈ રહેલ એક ટ્રેલર ચાલકે કોઈ કારણોસર પોતાનું ટ્રેલર હાઈવે માર્ગ પર આવેલ અનંત પેટ્રોલિયમ પમ્પ પાસે ની ટાયર પંક્ચર ની દુકાન મા ઘૂસાડી દેતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના અંગેની જાણ સમી 108 એમ્બ્યુલન્સ ટીમના ઈએમટી મહેશ ઠાકોર અને પાયલોટ સન્ની પરમાર ને થતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી આવી લોકલ માણસોની મદદ વડે ટ્રેલર ચાલક બ્રિજેશ યાદવ ને ભારે મહેનત બાદ ટ્રેલર માંથી બહાર કાઢ્યો હતો અને તેને માથા અને હાથનાં ભાગમાં ગંભીર ઈજા પહોચી હોવાનું જણાતા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યારે ટ્રેલર ની ડ્રાઈવર સીટ ની પાછળ ની સીટ મા આરામ કરી રહેલાં વિકાસ નામના વ્યક્તિનું ગંભીર ઈજાઓના કારણે મોત થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ અકસ્માતની જાણ પોલીસને કરાતાં પોલીસે ઘટના સ્થળે પહોચી આવી આગળની કાર્યવાહી હાથ છે.